Ahmedabad District Full Detail Info ||અમદાવાદ જીલ્લો વિસેની સંપુર્ણ માહિતી
Ahmedabad District Full Detail Info ||અમદાવાદ જીલ્લો વિસેની સંપુર્ણ માહિતી
જિલ્લાની રચના – ૧મે, ૧૯૬૦
સ્થાન અને સીમા –
ઉત્તરે : મહેસાણા અને ગાંધીનગર જિલ્લો,
પૂર્વમાં : ખેડા અને આણંદ જિલ્લો,
દક્ષિણે : ખંભાતનો અખાત તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લો તથા
પશ્ચિમે : સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે.
ક્ષેત્રફળ (ચો કિમીમાં) – 7170
અક્ષાંશ-રેખાંશ :23°02′02″N 72°35′06″E
મેયર : બિજલબેન પટેલ (ભાજપ)
ડેપ્યુટી મેયર : દિનેશ મકવાણા
મ્યુનિસિપલ કમિશનર :વિજય નેહરા
વોર્ડ : ૬૪
અમદાવાદ જીલ્લો કોડ
પીન કોડ : ૩૮૦૦XX
ફોન કોડ : +૦૭૯
યુ.એન./લોકોડ : IN AMD
વાહન : GJ 01 અને GJ ૨૭
૨૦૧૧ના ડેટાના આધારે
ક્ષેત્રફળ : ૭૧૭૦ ચો કિમિ
કુલ વસ્તી : ૭૨,૦૮, ૨૦૦
લિંગ પ્રમાણે : ૯૦૩
વસ્તી ગીચતા : ૮૯૦
સીસું લિંગ પ્રમાણ : ૮૫૯
સાક્ષરતા : ૮૬.૬૫%
પુરુષ સાક્ષરતા : ૯૨.૪૪%
સ્ત્રી સાક્ષરતા : ૮૦.૨૯%
તાલુકાઓ (કુલ ૧૦)
(૧) અમદાવાદ સિટી
(૨) દસકોઇ,
(૩) દેત્રોજ- રામપુરા,
(૪) માંડલ,
(૫) વીરમગામ,
(૬) સાણંદ,
(૭) બાવળા,
(૮) ધોળકા,
(૯) ધંધુકા,
(૧૦) ધોલેરા
વિશેષતાઓ
અમદાવાદ ગુજરાત રાજયનું પ્રથમ પાટનગર અને વર્તમાનમાં આર્થિક પાટનગર
છે.
અમદાવાદ શહેર ભારતનું માંચેસ્ટર અને ભારતનું બોસ્ટન તરીકે ઓળખાતું
હતું.
અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અને સૌથી વધુ વસ્તી ધરાવતો
જિલ્લો છે.
અમદાવાદને ૯ july ૨૦૧૭ ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઈટ માં સ્થાન મળ્યું છે.
અમદાવાદને "ગુજરાતનું હૃદય" અને "સંત સૂફીની ભૂમિ“ પણ કહેવામાં આવે છે.
ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઇ મથક અહીં આવેલું છે.
અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે.
અમદાવાદ સૌથી વધુ સાક્ષરતા (૮૬.૬૫ ટકા) ધરાવતો જિલ્લો છે.
ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઇ મથક અહીં આવેલું છે.
ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના રણછોડલાલ છોટાલાલ
રેટિયાવાળાએ કરી હતી -ઇ.સ. ૧૮૬૧
ઘઉંના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.
યહુદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં છે.
અમદાવાદમાં આવેલો દરિયાખાનનો ઘુમ્મટ ગુજરાતનો સૌથી મોટો ધુમ્મસ છે.
અમદાવાદ શહેરના પ્રથમ મેયર ચીનુભાઇ ચીમનભાઇ બેરોનેટ હતા.
ગુજરાતની સૌપ્રથમ કોલેજ ગુજરાત કોલેજ અમદાવાદમાં ઇ.સ. ૧૮૭૯ માં શરૂ થઇ
હતી.
ગુજરાતનું સૌપ્રથમ થ્રીડી થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શરૂ
થયું હતું.
ઇ.સ.૧૯૪૮ માં અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની અને
૪ ઓકટોબર, ૧૯૬૫ ના રોજ વિવિધ ભારતીની શરૂઆત
થઇ.
૨૦ નવેમ્બર, ૧૯૭૦ થી વિવિધ ભારતી પરથી કોમર્શિયલ બ્રોડકાસ્ટિંગ શરૂ થયું.
ગુજરાતનું સૌપ્રથમ ક્લોથ માર્કેટ અમદાવાદમાં સ્થાપાયું હતું.
અમદાવાદમાં આવેલી આઈ.આઈ.એમ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે.
ભારતમાં વસ્તીની દ્રષ્ટીએ અમદાવાદ સાતમાં નંબરનું અને ગુજરાતમાં પ્રથમ
શહેર છે
ગુજરાતનો સૌથી પહોળો પુલ "ઋષિ દધીચિ પુલ“ સાબરમતી નદી પર આવેલો છે.
સાબરમતી નજીક આવેલા રિવરફ્રન્ટ પર દર વર્ષે જાન્યુઆરી માસમાં
"આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ" યોજાય છે. 31મો આંતરરાષ્ટ્રીય પતંગ
મહોત્સવ-૨૦૨૦, 7 થી 14 જાન્યુઆરી સુધી
સાબરમતી રિવરફ્રન્ટ પર આ પતંગોત્સવનું થતું હોય છે.
જામફળના ઉત્પાદનમાં અમદાવાદ નું ધોળકા પ્રથમ સ્થાન પર છે.
ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ "સિવિલ હોસ્પિટલ“ "શેઠ હઠીસિંહ
પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ“ - ૧૯૫૩ માં અસ્તિત્વમાં આવ્યું
હતું.
એશિયાનું સૌથી વિશાળ સારવાર કેન્દ્ર છે-કેન્દ્ર કુલ ૧૧૦ એકર જમીન પર
ફેલાયેલું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન( એ.એમ.સી) ની સ્થાપના જુલાય-૧૯૫૦માં થઇ
હતી.
ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય નળ સરોવર આ જિલ્લામાં આવેલ છે.
ધોળકા તાલુકાના વૌઠા સાત નદીઓનું સંગમસ્થાન થાય છે.ત્યાં પશુઓનો મેળો
(વૌઠાનો મેળો) પ્રચલિત છે.: સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝમ, શેઢી અને ખારી
નદી
'અટીરા’ ( અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ
એસોસીએશન) ( કાપડ અંગેનું સંશોધન) સંસ્થા અમદાવાદમાં આવેલી છે.
અવકાશ સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થા સ્પેશ એપ્લીકેશન સેન્ટર (SAC) અમદાવાદમાં આવેલી છે.
ભારતભરમાં આર્કિટેકચરના અભ્યાસ માટે જાણીતી સંસ્થા ' CEPT ? (સેન્ટર ફોર
એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી સ્થાપના-૧૯૬૩) અમદાવાદમાં આવેલી છે.
જમાલપુરમાં આવેલા જગ્ગન્નથ મંદિર થી પ્રતિ વર્ષે અષાઢી સુધી બીજાના
રોજ જગનાથ યાત્રા નીકળે છે (શરૂઆત=નુરસીદાસ)
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી "ગુજરાત યુનિવર્સિટી"આવેલી
છે.
લોકમેળા/ઉત્સવો :
કાતિક પૂર્ણિમાનો મેળો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો. (આ મેળામાં
ગધેડાની મોટી સંખ્યામાં લે-વેચ થાય છે.)
કાંકરિયા કાર્નિવલ (દર વર્ષે ૧૫ થી ૩૧ ડિસેમ્બર)
શાહઆલમ અને સરખેજનો મેળો
અમદાવાદ "આશાવલ” તરીકે પણ ઓળખાય છે કારણ કે તે મૂળ આશા ભીલનું રાજ્ય
હોવાથી અને “કર્ણાવતી નગર” પણ ઓળખવામા
આવે છે કારણ કે સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકીએ જીતી હોવાથી
નાસુરુદ્દીન અહમદશાહ રાજધાનીની શોધમાં હોય છે.તેમણે અમદાવાદમાં સસલાને
કૂતરાની પાછળ દોડતું જોયું.તેથી તેઓએ અમદાવાદને રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો
હતો.
“જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહ ને નગર બસાયા"
જે લોકોએ બપોરની નમાજન પડી હોય તેવા લોકો દ્રારા નગરની રચના કરવામા
આવી
૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ બાદશાહ અહમદશાહ, સંત ગંજબક્ષ,મલિક અહમદ,અહમદ કાજી એ માણેક બુર્જની જગ્યા પર પહેલી
ઇંટ મૂકી પછી ભદ્રા નો કિલ્લો બનાવવામાં આવ્યો હતો.
નળસરોવર
યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે
દર વર્ષે નવેમ્બર થી માર્ચ દરમિયાન અસંખ્ય પક્ષીઓ આવે છે. આથી તેને
પક્ષીઓનું અભ્યારણ્ય જાહેર કરાયું.
મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર , ૬૦% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એક થી સવા
મીટર જેટલી જ છે,
૧૨૦.૮૨ ચો.કિ.મી વિસ્તારમાં ફેલાયેલું
વિરમગામ
ગંગુવણજારાએ બંધાવેલું "ગંગાસર તળાવ" અને
મીનળદેવી બંધાવેલું "મુનસર તળાવ" આવેલું છે.
ધોળકા
ધોળકાનું પ્રાચીન નામ "ધવલ્લક" અથવા "ધવલ્લકપૂર હતું.
મીનળદેવીએ બંધાવેલું "મલાવ તળાવ" ધોળકામાં આવેલું છે.
તળાવ સરોવર
મલાવ તળાવ, ધોળકા
નરોડા તળાવ, અમદાવાદ
ચાંદલોડિયા તળાવ, અમદાવાદ
ચંડોળા તળાવ, અમદાવાદ
કાંકરિયા તળાવ, અમદાવાદ
મુનસર તળાવ, વીરમગામ
ગંગાસર તળાવ, વીરમગામ
લોથલ
અર્થ "લાશ નો ટેકરો,ઈ.સ ૧૯૫૪માં ડો.એસ આર રાવ
જેનો સમય ઇ.સ.પૂર્વે ૨૪૫૦થી ૧૯૦૦ સુધીનો માનવામાં આવે છે
સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં
પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.
સાબરમતી આશ્રમ
ગાંધીજી દ્રારા ૧૭ જૂન ૧૯૧૭ના રોજ સ્થાપના
મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી
હતી.
આશ્રમનું મહત્ત્વનું સીમાચિહ્ન ગાંધીજીની કુટિર ‘હૃદયકુંજ’ જેમાં ગાંધીજીના અંગત અવશેષો
દર્શાવવામાં આવ્યા છે.
‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ.
૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે.
યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ (મહાત્માગાંધી)
ગુજરાત યુનિવર્સિટી (હરીસિધ્ધભાઈ દિવેટિયા)
રક્ષાશક્તિ યુનિવર્સિટી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ
ઈન્દીરાગાંધી ઓપન યુનિવર્સિટી
ડો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટચનોલોજી
નવરચના યુનિવર્સિટી
રિસેર્ચ સ્ટેશન
અટીરા
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી
સ્પેસ એપ્લિકેશન સેંટર
સેન્ટર ફોર એરવનમેન્ટલ એજયુકેશન
ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમાં રિસેર્ચ
ફીજીસીએલ રિસેર્ચ લેબોરેટરી
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ
એગ્રિકલ્ચ રિસેર્ચ સ્ટેશન
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ એન્ડ રિસેર્ચ સેંટર
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે
0 Comments