Road Accident-Treatment Rs. The Cost Up To Rs 50,000 Will Be Borne By The State Government
માર્ગ
અકસ્માત-સારવારનો Rs. 50,000
સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે
રાજ્યની હદમાં
અકસ્માત થશે તો પ્રથમ ૪૮ કલાક સુધીની સારવાર ખર્ચ ઉઠાવશે
Vahan Akasmat Sahay Rs.50000 Yojana |
કઈ કઈ સારવાર
વિના મૂલ્ય અપાશે
હવે, સરકારે નક્કી કર્યું છે કે, અકસ્માત દરમ્યાન
ઈજા પામેલાઓને કોઈપણ ખાનગી સહિતની કોઈપણ હોસ્પિટલમાં સારવાર અપાશે તો તેના પ્રથમ ૪૮ ક્લાક સુધીનું ઈજાગ્રસ્તોનું ડ્રેસીંગ, સ્ટેબીલાઈઝેશન, ફ્રેકચરા
સ્ટેબીલાઈઝેશન,
શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે, ઈજાના ઓપરેશનો,
સીટી સ્કેન, એમઆરઆઈ, અલ્ટ સાઉન્ડ, બ્લડ ટ્રાન્સફ્યુઝન, માથાની ઈજાની સારવાર, ઓપરેશનો, ઘનિષ્ઠ સારવાર એકમોમાં સારવાર
(આઈસીયુ),
પેટ અને પેટુની ઈજાઓ જેવી ગંભીર પ્રકારની
સારવાર માટેનો તમા ખર્ચ જેતે હોસ્પિટલને સીધેસીધો રાજય સરકાર દ્વારા ચૂકવાશે, જેથી કોઈપણ ગરીબ કે મધ્યમ વર્ગનો ઈજાગ્રસ્ત દર્દી સારવારના અભાવે જીવ ના ગુમાવે તેવો આશય છે.
રાજ્ય સરકારે
ગંભીર પ્રકારની, ખર્ચાળ બિમારીઓની મફત સારવાર માટે અમલમાં મૂકેલી ‘માં અમૃતમ, માં
વાત્સલ્ય કાર્ડ
ની યોજનાની સફળતા બાદહવે, રાજ્યના કોઈપણ ખૂણે થયેલા માર્ગ અકસ્માતના ઇજાગ્રસ્તોને ૪૮ કલાક સુધી રૂ. ૫૦,૦૦૦ સુધીની સારવાર મત(વિના મૂલ્ય) આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ કોઈપણ સરકારી કે ખાનગી સહિતની
કોઈપણ હોસ્પિટલમાંસારવાર લઈ શકાશે. આ યોજનામાં
કોઈપણ પ્રકારની
આવક મર્યાદાને ધ્યાનમાં
નહીં લેવાય.
આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, ગુજરાતની હદમાં થયેલા અકસ્માત પછીના ૪૮ કલાક દરમ્યાન દર્દીઓને રૂપિયા ૫૦ હજાર સુધીની તાત્કાલિક સારવાર વિના મૂલ્ય અપાશે
Vahan Akasmat Sahay Rs.50000 Yojana |
Official Paripatra(G.R) : Click Here
0 Comments