કુંવરબાઈનું મામેરુ યોજના ₹.૧૦,૦૦૦/- ની સહાય સંપુર્ણ માહીતી BY KDS
કુંવરબાઈનું મામેરુ યોજના ₹.૧૦,૦૦૦/- ની સહાય સંપુર્ણ માહીતી BY KDS
આ યોજનાનું નામ શું છે?
આ યોજનાનો યોજનાનો હેતુ શું છે?
આવક મર્યાદા કેટલી ?
ક્યા ક્યા ડૉક્યુમેન્ટ જરૂરી છે?
ફોર્મ ક્યાથી મળશે?
આ યોજનાનું નામ શું છે?
કુંવરબાઈનું મામેરુ યોજના
આ યોજનાનો યોજનાનો હેતુ શું છે?
અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ ₹.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
આવક મર્યાદા કેટલી ?
અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૧,૨૦,૦૦૦/- શહેરી વિસ્તાર માટે ₹.૧,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ.
આ યોજના માટેના નિયમો અને શરતો શું છે?
આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ છે.
કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નથી.
કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
ક્યા ક્યા ડૉક્યુમેન્ટ જરૂરી છે?
કન્યાનું આધાર કાર્ડ
કન્યાનું ચૂંટણીકાર્ડ
કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
વરની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
લગ્ન નોંધણી પ્રમાણપત્ર
બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
કન્યાના પિતા/વાલીનું એકરારનામું
કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
ફોર્મ ક્યાથી મળશે?
https://kalpeshsonagara.blogspot.com/
ટેલીગ્રામ ચેનલ : https://t.me/Gujarat_all_Yojana
0 Comments