Digital Seva Setu Gujarat 2020-21
ગામડાંના લોકો માટે મોટી યોજનાઓસરકારનો ખુબ જ મહત્વનો નિર્ણય
જાણો કેવી રિતે ?
ક્યાથી મળશે લાભ?
Digital Seva Setu Gujarat 2020-21
ગામડાંના લોકો માટે મોટી યોજનાઓ સંપુર્ણ માહિતી
૨૨ કઈ કઈ યોજનાઓ છે?
ક્યાથી મળશે લાભ?
કેવી રીતે મળશે લાભ?
ક્યારે શરૂ કરવામા આવશે?
ગુજરાતના ગામડાની જનતાને વારંવાર સરકારી ઓફિસોના ધક્કા નહિ ખાવા પડે, 22 સેવા ઓનલાઈન કરાઈ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે.
કઈ કઈ સેવાઓ મળશે
1) રેશનકાર્ડમાં નામનો ઉમેરો કરવો
2) રેશનકાર્ડમાંથી નામ કાઢવું
3) રેશનકાર્ડમાં સરનામાંનો ફેરફાર
4) નવા રેશનકાર્ડ કઢાવવા
5) અલગ રેશનકાર્ડ કાઢવું
6) રેશનકાર્ડમાં વાલી માટેની અરજી
7) ડુપ્લીકેટ રેશનકાર્ડ બનાવવું
8) વિધવા સર્ટિફિકેટ
9) હંગામી રહેણાંકનો દાખલો
10) આવકનો દાખલો
11) જાતિનું પ્રમાણપત્ર
12) સિનિયર સીટીઝન સર્ટિફિકેટ
13) ભાષા આધારિત લઘુમતી પ્રમાણપત્ર
14) ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર
15) વિચરતી જાતિ પ્રમાણપત્ર
16) મુખ્યમંત્રી કૃષિ સહાય
17) આવકના દાખલા માટેના સોગંદનામા
18) વિધવા સહાય માટેનું સોગંદનામું
19) જાતિના પ્રમાણપત્ર માટેના સોગંદનામા
20) નામમાં પરિવર્તન માટે સોગંદનામું
21) રેશન કાર્ડ માટેનું એફિડેવિટ
22) અન્ય તૈયાર એફિડેવિટ
આ સેવાને લગતી એફિડેવિટ તલાટી પાસે કરાવી શકાશે.
તે માટે હવેથી નોટરી પાસે જવાની જરૂર નહીં રહે.
આ સેવાઓ માટે તલાટીને એફિડેવિટના પાવર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે
વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે
નોટરી-તાલુકા મેજીસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે
હવે ડિજિટલ સેવા સેતુના માધ્યમથી નાગરિકોને ગ્રામ પંચાયત કક્ષાએ સેવાઓ સરળતાથી મળશે
રાજ્યમાં એફિડેવિટ, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ 22 જેટલી સેવાઓ આગામી 8 ઓક્ટોબરથી શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો 8 ઓક્ટોબરે શુભારંભ કરાવશે.
મુખ્યમંત્રીએ ડિસેમ્બર-2020 સુધીમાં વધુ 8 હજાર ગ્રામ પંચાયતોને આ ડિજિટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર છે
ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ,
દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે,
સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.
પંચાયતમાં જ રૂ. 20 ની ફી પર આવક સહિતના દાખલા જાતિ પ્રમાણપત્રો મળશે
ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું,
નામ કઢાવવું કે સુધારો કરવો
અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ,
આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, નોન-ક્રિમીલીયર સિર્ટિફિકેટ,
જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર 20 રૂપિયાની નજીવી ફીથી મળશે.
0 Comments