વિધવા શહાય યોજનાનો પરિપત્ર : પરિપત્ર ઓફિસીયલ
વિધવા શહાય યોજના વિશેની સંપુર્ણ માહિતી
વિધવા શહાય યોજના વિશેની સંપુર્ણ માહિતી |
વિધવા શહાય યોજના
કેટલી શહાય મળશે?
ક્યા ક્યા ડૉક્યુમેન્ટ
જરૂરી છે?
ક્યાથી ફોર્મ મળશે?
ક્યા જમા કરાવવાનું?
વિધવા શહાય યોજના
નિરાધાર વિધવાઓને
આર્થિક સહાય આપવાની યોજના
કેટલી શહાય મળશે?
વિધવા લાભાર્થીને
રૂ.૧૨૫૦/- (અંકે રૂપિયા બારસો પચાસ)ની સહાય દર માસે
ક્યા ક્યા ડૉક્યુમેન્ટ
જરૂરી છે?
(૧) કુટુંબની આવક
અંગેનો ચીફ ઓફીસર / મામલતદાર / તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઇપણ એકનો
દાખલો(કુટુંબની આવકમાં લાભાર્થી પોતે પોતાના અથવા સાવકા બાળકો તેમજ માતા-પિતા કે
સાસુ-સસરા કેજેમની સાથે અરજદાર રહેતા હોય તે તમામની આવક કૌટુંબિક આવક તરીકે ગણવાની
રહેશે)(સહાય મંજુર થયા બાદ દર ત્રણ વર્ષે જુલાઇ માસમાં રજુ કરવાનું રહેશે )
(૨) અરજદાર અને તેના બાળકોની ઉંમર અંગે
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મનો દાખલો (અન્ય કોઇ
આધારભૂત પુરાવો ન
હોયતો PHC / CHC / સિવીલ સર્જન પૈકિના કોઇપણ એક સરકારી
ડોક્ટરી
પ્રમાણપત્ર /
સર્ટીફીકેટ )
(૩) પતિના અવસાન અંગેનો દાખલો.
(૪) પુનઃલગ્ન કર્યા નથી તે અંગેનું
પ્રમાણપત્ર (સહાય મંજુર થયા બાદ દર વર્ષે જુલાઇ માસમાં રજુ કરવાનું રહેશે)
(૫) અરજદારના આધાર કાર્ડની નકલ.
(૬) અરજદારના રેશન કાર્ડની નકલ.
(૭) અરજદારના પતિનુ પેઢીનામુ.
(૮) રહેઠાણ અંગે કોઇપણ એક પુરાવો.
ક્યા જમા કરાવવાનુ થશે?
મામલતદારની કચેરીએ જમા કરાવવાનુ થશે.
વિધવા સહાય મેળવતા લાભાર્થીનુ અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રીની ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂ.૧.૦૦ લાખ મળવાપાત્ર છે.
Contact: Near Mamlatdar Office
0 Comments