RTE Gujarat 2020-21
RTE ને લગતા બધા જ પ્રશ્નોના જવાબ
RTE Gujarat Admission 2020-21 | RTE ને લગતા બધા જ પ્રશ્નોના જવાબ |
RTE Gujarat 2020-21
Ø ઓનલાઇન પ્રવેશ ફાળવ્યાબદ શું કાર્યવાહી કરવી ?
Ø પ્રવેશ મેળવ્યાબદ કોઇ ફી ભરવાની રહેશે?
Ø મારા બાળકે ધોરણ-૧ પુર્ણ કરી લીધુ છે, પાછુ RTE હેઠળ પ્રવેશ મેળવી શકું?
Ø શાળા પ્રવેશ આપવાની ના પાડે તો શું કરવું?
Ø RTE પ્રથમ રાઉન્ડની પછી અને બીજા રાઉન્ડ પહેલા શાળા ઓની પસંદગીમા ફેરફાર કરી શકાય?
ઓનલાઇન પ્રવેશ ફાળવ્યાબદ શું કાર્યવાહી કરવી ?
Ø ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપે જણાવેલ સમય મર્યાદામાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
Ø જો સમય મર્યાદામાં આપ જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહિ મેળવો તો જણાવેલ સમય મર્યાદા બાદ પછીનાં ક્રમનાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે.
Ø ત્યારબાદ આપની કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. જેથી સમયસર પ્રવેશ મેળવી લેવો આપના હિતમાં છે.
પ્રવેશ મેળવ્યાબદ કોઇ ફી ભરવાની રહેશે?
Ø આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક (મફત) છે. શાળાને નિયામાનુસાર ચુકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચુકવવામાં આવશે. આ ઉપરાંત આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ,સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીદીઠ રૂ.૩૦૦૦/- લેખે સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.
મારા બાળકે ધોરણ-૧ પુર્ણ કરી લીધુ છે, પાછુ RTE હેઠળ પ્રવેશ મેળવી શકું?
Ø આપનું બાળક જો ધોરણ ૧ માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. જો નિયમ વિરુધ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થશે અને ફોજદારી કાર્યવાહી થઇ શકે છે.
શાળા પ્રવેશ આપવાની ના પાડે તો શું કરવું?
Ø ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે.
Ø જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું) ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.
RTE પ્રથમ રાઉન્ડની પછી અને બીજા રાઉન્ડ પહેલા શાળા ઓની પસંદગીમા ફેરફાર કરી શકાય?
Ø હા, RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
Ø તથા, જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી વેબપોર્ટલ પર સમયમર્યાદામાં અપલોડ કરવાનાં રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ કરવામાં આવશે.
Ø ત્યારબાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્ડનાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને SMSથી જાણ કર્યા બાદ જણાવેલ સમયમર્યાદામાં વેબપોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી લોગ ઈન થઈ ખાલી જગ્યા વાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે.
Ø જો SMS ના મળે તોપણ પ્રથમ રાઉન્ડ બાદ વેબપોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો.
Ø પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ બાદ અને બીજા રાઉન્ડ પહેલા પુનઃ શાળાની પસંદગી કરી શકશે નહી.
0 Comments