Manav Garima Yojana 2021 | esamajkalyan.gujarat.gov.in
![]() |
Manav Garima Yojana 2021 | esamajkalyan.gujarat.gov.in |
પાત્રતાના માપદંડ
હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય
વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
![]() |
Manav Garima Yojana 2021 | esamajkalyan.gujarat.gov.in |
સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ,
આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને
તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી
મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે
છે
રજુ કરવાના ડોક્યુમેંટ
આધાર કાર્ડ
રેશન કાર્ડ
અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/
લાઇસન્સ/ રેશનકાર્ડ)
અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો
તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા
આપેલ વાર્ષિક આવકનો દાખલો
અભ્યાસનો પુરાવો
વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો
તેનો પુરાવો
બાંહેધરી પત્રક
અરજદારના ફોટો
![]() |
Manav Garima Yojana 2021 | esamajkalyan.gujarat.gov.in |
Last Date: 31-07-2021
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ
અને આર્થિક રીતે પછાત વર્ગના તેજસ્વી કારકિર્દી ધરાવતા
વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન યોજનાના નિયત ધોરણો અને
નિયત નમુનાના સોગંદનામા. ..
નોંધ :- સરકારશ્રીના તા.૦૩/૧૨/૨૦૦૧ના
ઠરાવ અને ત્યાર પછીથી ઉત્તરોત્તર થયેલ ઠરાવોની જોગવાઇ અનુસાર
(૧) વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલાં પાસપોર્ટ ટુડન્ટ વિઝા તેમજ વિદેશની
માન્ય યુનિવર્સીટી માં પ્રવેશ મળવા અંગેના આધાર રજુ કરવાના રહેશે. અરજદારે વિદેશ
ગયા પહેલા અરજી કરવાની રહેશે. વિદેશ ગમન બાદ વિદ્યાર્થીની અરજી વિચારણામાં લેવામાં આવશે નહી.
(૨) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે વિદ્યાર્થીના કુટુંબના
બધા સ્ત્રોતમાંથી મળી વાર્ષિક આવક રૂા.૧૦.૦૦ લાખ કે તેથી વધારે ન હોવી જોઇએ
(૩) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ધોરણ-૧૨ના આધારે
સ્નાતકના અભ્યાસ માટે ધોરણ – ૧૨માં ઓછામાં ઓછા ૬૫ % અને તે પૈકી અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત જાતિના
વિદ્યાર્થીઓના કિસ્સામાં ઓછામાં ઓછા ૫૫ % ગુણ હોવા
જરૂરી
(૪) સ્નાતક કક્ષાના આધારે અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે, સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૬૦% અને તે
પૈકી અતિ પછાત, વધુ પછાત, વિચરતી
અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓના કિસ્સામાં ઓછામાં ઓછા ૫૦% જરૂરી છે.
(૫) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ધોરણ -૧૨ અથવા તેની
સમક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ડિપ્લોમાં | બેચલર માટે અરજી કરી શકશે. અને
(૬) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે બેચલર ડિગ્રી બાદ
વિદેશમાં અનુસ્નાતક અથવા તેની સમકક્ષના અભ્યાસક્રમ માટે જ અરજી કરી શકશે.
(૭) આર્થિક રીતે પછાત વર્ગ માટે સ્નાતક કક્ષાના આધારે અનુસ્નાતક
કક્ષાના અભ્યાસ માટે જ અરજી કરી શકશે. અને સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૬૦ % મેળવેલા
હોવા જરૂરી છે.
(૮) આર્થિક રીતે પછાત વર્ગ માટે વિદ્યાર્થીના કુટુંબના બધા
સ્ત્રોતમાંથી મળી વાર્ષિક આવક રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. ઉપરોક્ત યોગ્યતા અરજદાર ધરાવતા હોય તો
જ અરજી મંજુર કરવાપાત્ર થશે. અન્યથા અરજી ધ્યાને લેવામાં આવશે નહી. અને તેની જવાબદારી આ કચેરી રહેશે
નહી. જેની ખાસ નોંધ અરજદારવાલીએ લેવી.
માનવ ગરીમા યોજના અંગે વારંવાર પૂછાતા
પ્રશ્નો (FAQS)
(1) આ યોજનાનો લાભ કોને મળે ?
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી અને વિમુક્ત
જાતિના ઇસમોને આ યોજનાનો લાભ આપવામાં
આવે છે.
(2) આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું ?
આ યોજનાનો લાભ લેવા માટે “ઇ-સમાજ કલ્યાણ” પોર્ટલ પર જઇને માનવ ગરીમા યોજનાનું Online
ફોર્મ ભરવાનું રહે અને તેમાં જણાવેલ
આધાર પુરાવા રજુ કરવાના રહે છે.
3) આ યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા
કેટલી છે?
હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય
વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.
૧,૫૦,૦૦૦/- છે.
(4) આ યોજના હેઠળ કેટલી રકમની ટુલ કીટ્સ
મળે ?
હાલમાં માનવ ગરીમા યોજના અંતર્ગત રૂ.૨૫,૦૦૦ની મર્યાદામાં ટુલ કીટ્સ આપવામાં
આવે છે.
(5) આ યોજના હેઠળ સહાય કઇ રીતે મળે ?
લાભાર્થીએ ઓનલાઇન અરજીમાં પસંદ કરેલ
વ્યવસાયની ટુલ કીટ્સ આપવામાં આવે
છે.
(6) નાણાકીય વર્ષમાં એકવાર લાભ મળ્યા પછી
બીજા વર્ષે ફરી આ યોજનામાં લાભ મળે ?
ના, એકવાર લાભ મળ્યા પછી બીજીવાર લાભ
મળવાપાત્ર નથી.
(7) વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો
તેનો પુરાવો રજૂ કરવાનો થાય ?
હા, અનુભવનું પ્રમાણપત્ર ઓનલાઇન અપલોડ કરવાનું
રહેશે.
(8) આ યોજના હેઠળ કુટુંબના કેટલા વ્યક્તિને લાભ મળે ?
આ યોજના હેઠળ કુટુંબમાંથી ફક્ત એક જ
વ્યક્તિને લાભ મળવાપાત્ર છે.
Apply Online: Click Here
0 Comments