Farm Machinery Bank Scheme Gujarat 2020-21 @ikhedut.gujarat.gov.in |
Farm Machinery Bank Scheme Gujarat 2020-21 ફાર્મ મશીનરી બેંક
ગ્રામીણ ઉદ્યમીઓ (ગ્રામીણ યુવા અને ઉદ્યોગસાહસિક તરીકે ખેડૂત), ખેડૂત સહકારી મંડળીઓ નોંધાયેલ ખેડૂત મંડળીઓ, ખેડૂત ઉત્પાદક સંગઠનો (એફપીઓ) અને પંચાયતો સહાયનું ધોરણ: ૧૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ સેન્ટર સ્થાપવા માટે : ૪૦% અથવા રૂ. ૪ લાખ/- બે માંથી ઓછુ હોય તે ૨૫ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ સેન્ટર સ્થાપવા માટે : ૪૦% અથવા રૂ. ૧૦ લાખ/- બે માંથી ઓછુ હોય તે ૪૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ સેન્ટર સ્થાપવા માટે : ૪૦% અથવા રૂ. ૧૬ લાખ/- બે માંથી ઓછુ હોય તે ૬૦ લાખ સુધીના કસ્ટમ હાયરીંગ સેન્ટર સ્થાપવા માટે : ૪૦% અથવા રૂ. ૨૪ લાખ/- બે માંથી ઓછુ હોય તે
સ્થાનિક પાક પરિસ્થિતિને અનુરૂપ ખેત ઓજારો સાધનો ખરીદી શકાશે. આ
ઓજારો સાધનો ખાતા દ્વારા નકકી કરેલ એમ્પેનલ ઉત્પાદક અથવા તેના માન્ય વિક્રેતા
પાસેથી એમ્પેનલ થયેલ ભાવે ખરીદી કરવાની રહેશે.
૧. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.
૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને
મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ
અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં
હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા
નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત
અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે
નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે
તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો
સંપર્ક કરવો.
૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની
લાઇનમાં મેસેજ વાંચો.
સ્ટેપ્સ બાય સ્ટેપ્સ
૧. "નવી અરજી કરો" બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
૨. અરજીમાં સુધારા વધારા માટે "અરજી અપડેટ કરો" બટન ઉપર
ક્લીક કરો.
૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.
૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.
૫. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ
લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી
કર્યા તારીખથી દિન સાત(૭)માં રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત
ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને
પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને
અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ"
મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે.
જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ
કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ.
Farm Machinery Bank Scheme Gujarat 2020-21 @ikhedut.gujarat.gov.in |
Farm Machinery Bank Scheme Gujarat 2020-21 @ikhedut.gujarat.gov.in
અરજી કરો: તા 08/01/2021 થી 14/01/2021 સુધી
0 Comments