કોરોના વૉરિયર્સના બાળકોને મળશે આ શહાય ૨૦૨૦-૨૧
Mukhyamantri Svavalanban Yojana Gujarat 2020 |
કોરોના વૉરિયર્સના બાળકો માટે કોઇ આવક મર્યાદા ધ્યાનમા લેવામા આવશે નહીં
ડીપ્લોમા થી ડીગ્રી ( ડી ટુ ડી)
અભ્યાસક્રમના પ્રથમ/બીજા વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને
સહાય આપવાની રજુઆત અન્વયે આ યોજના અંતર્ગત લાભ આપવાની બાબત રાજ્ય સરકારની
વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે ડીપ્લોમા અભ્યાસ કરી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ આ
યોજનાના લાભ મળે તે માટે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આથી વંચાણે લીધેલ
શિક્ષણ વિભાગના તા. ૦૭/૧૦/૨૦૧૫ ના યોજનાના ઠરાવમાં નીચેની જોગવાઈ દાખલ કરવામાં આવે છે. યોજનાના નિયમ ૨.૩ ઉચ્ચ શિક્ષણ સહાય માટે સહાય મેળવવાની પાત્રતાના
ધોરણોના પેટા નિયમ ૨.૩.૧ માં નીચે મુજબ ફકરા (૬) ઉમેરવામાં આવે છે.(૬) ગુજરાત રાજ્યમાં આવેલ યુનિવર્સિટી માંથી ડિપ્લોમા અભ્યાસક્રમની
પરીક્ષા ૬૫ ટકા કે તેથી વધુ ટકા સાથે પાસ કરનાર અથવા ડી ટુ ડી ના પ્રવેશ નિયમો મુજબ
૬૫ ટકાકે તેથી વધુ મેરીટ માર્કસ મેળવી ડીગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમોમાં
પ્રથમ/બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
યોજનાના નિયમ ૨.૩ ઉચ્ચ શિક્ષણ સહાય
માટે સહાયની રકમના પેટા નિયમ ૨.૩.૨ માં નીચે
મુજબ ફકરા (૬) ઉમેરવામાં આવે છે.
(૬) પાત્રતા ધરાવતા
વિદ્યાર્થીઓને ડીપ્લોમા પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના સરકાર માન્ય
સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૫૦,૦૦૦/- તે બે
પૈકી જે ઓછું હોય તેટલી સહાયદર વર્ષે મળવાપાત્ર થશે.
આનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૨૦૧૬ થી
કરવાનો રહેશે. અન્ય બાબતો શિક્ષણ વિભાગના તા ૦૭/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક
: પરચ/૧૦૨૦૧૪/યુઓઆર-૬/સ મુજબનીરહેશે.
આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તા ૨૯/૧૨/૨૦૧૫ની નોંધથી મળેલ સંમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
આ યોજના નો લાભ વર્ષ : ૨૦૨૦-૨૧ ના મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાનો લાભ મળશે
0 Comments